અમદાવાદ : ધંધામાં ખોટ આવી તો, બૂટ-ચંપલના વેપારીએ શરૂ કર્યો ડ્રગ્સનો વેપલો..!

ડ્રગ્સનો વેપલો કરતા લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.

Update: 2021-12-15 05:51 GMT

અમદાવાદ પોલીસ સહિત અન્ય એજન્સીએ હવે પર્ણ લીધું છે કે, ડ્રગ્સનો વેપલો કરતા લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જોકે, મહત્વનું એ છે કે, આરોપી બૂટ-ચંપલનો વેપાર કરતો હતો. પરંતુ ધંધો બંધ થઈ જતા ડ્રગ્સના વેપાર શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કારંજ વિસ્તારમાંથી 23.240 ગ્રામ MD ડ્રગ્સ સાથે મોહમ્મદ અલ્તાફ શેખને ઝડપી પડ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી તૌસિફ શેખ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવીને કારંજ અને આશ્રમ રોડની ગલીઓમાં વેચતો હતો. જોકે, આરોપીની વધુ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, તે પહેલા પાલિકા બજાર નજીક રોડ ઉપર બૂટ-ચંપલનો વેપાર કરતો હતો. પરંતુ છેલ્લા 6 મહિનાથી ધંધો બંધ થઈ જતાં ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. મહત્વનું છે કે, આરોપી સામે અગાઉ કોઈ પણ ગુનો દાખલ નથી. પરંતુ જે રીતે શહેરમાંથી વારંવાર MD ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાઈ રહ્યા છે, તેનાથી ખ્યાલ આવે છે કે, કેવી રીતે આ સમગ્ર નેટવર્ક ચાલી રહ્યું છે.

Tags:    

Similar News