BHOLAA FILMના પ્રમોસન માટે AJAY DEVGAN અમદાવાદમાં ધામા, આ તારીખે થશે રીલીઝ

આ ફિલ્મ માં અજય સાથે તબ્બુ, દિપક ડોબરિયાલ, સંજય મિશ્રા, અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં છે.

Update: 2023-03-28 09:47 GMT

ઇમોશન કનેકટ અને થ્રીલર સ્ટોરીલાઇનના કારણે પ્રેક્ષકો ભોળા જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 30 માર્ચ 2023ના રોજ રીલીઝ થઈ રહેલી તેમની ફિલ્મ ‘ભોલા’ માટે અભિનેતા- દિગ્દર્શક તેમના ચાહકો અને મીડિયા સાથે વાતચીત કરવા માટે એનવાય સિનેમાની મુલાકાત લીધી હતી. ફિલ્મમાં અજયે એક્ટિંગ સાથે ડિરેકસન પણ કર્યું છે. ત્યારે ભોળાના ટ્રેલરે દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે.

અજય દેવગણે જણાવ્યુ હતું કે અમે ફિલ્મની શરૂઆત કરતાં પહેલા પૂરતું પ્લાનિગ કર્યું હતું કેવી રીતે એકસન સિકવન્સ ભજવશે, કયા કેમેરાથી ક્યાં એંગલમાં શૂટિંગ કરવામાં આવશે. એકશન ડિરેકસન સાથે સાંભળવાની જવાબદારી મારા માટે મોટી હતી. આ ફિલ્મ માં અજય સાથે તબ્બુ, દિપક ડોબરિયાલ, સંજય મિશ્રા, અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં છે. આઈમેકસ 3D અને 4D એકટ ટિકિટ બૂકિંગ માટે જબરદસ્ત પ્રતિસાદ મળ્યા પછી નિર્માતાએ એડ્વાન્સ બિકિંગ શરૂ કરી દીધું છે. 2016માં રીલીઝ થયેલી શિવાય બાદ અજય દેવગન ફરી એક વાર ભગવાન શિવ સાથે જોડાયેલી ફિલ્મમાં હાથ અજમાવી રહ્યા છે. 

Tags:    

Similar News