ભરૂચ : કોલવણા ગામનું ગૌરવ વધારતા શિક્ષક યાકુબ ઉઘરાતદાર, AMP દ્ધારા બેસ્ટ શિક્ષકનો એવોર્ડ એનાયત

કોલવણા ગામના શિક્ષક યાકુબ ઉઘરાતદારને અગાઉ રાજ્ય પારિતોષકનો એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. પુનઃ તેમણે કોલવણા ગામના ગૌરવમાં વધારો કર્યો છે.

Update: 2022-09-16 10:21 GMT

ભરૂચ જિલ્લાના કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે વર્ષોથી જોડાયેલા યાકુબ ઉઘરાતદાર શિક્ષણ વિભાગમાં તેમની કામગીરીને લઈને અનેક સિદ્ધિઓ મેળવી ચુક્યા છે. તેઓ આમોદના સીમરથા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે.

કોલવણા ગામના શિક્ષક યાકુબ ઉઘરાતદારને અગાઉ રાજ્ય પારિતોષકનો એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. પુનઃ તેમણે કોલવણા ગામના ગૌરવમાં વધારો કર્યો છે. વિદ્વવાન લોકોથી ચાલતી સંસ્થા એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ ૨૦૧૬થી રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રમાં રિસર્ચ, મોટીવેશનલ અને ટેલેન્ટ સર્ચ જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે, અને સાથે શિક્ષણના અલગ અલગ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો અને આચાર્યની ઓનલાઈન પ્રોફાઈલ મંગાવી તેનુ મૂલ્યાંકન કરી એવોર્ડ આપે છે. છઠ્ઠા નેશનલ એવોર્ડ ફોર એજ્યુકેશન ૨૦૨૨નો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સંસ્થાએ કોલવણાના યાકુબ ઉઘરાતદારને એનાયત કરતા ગામમાં ખુશીનું મોજું ફરી વળ્યુ છે. ગામનું ગૌરવ વધારવા બદલ સરપંચ ઝફર ગડીમલ અને ગામ આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News