અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 21 કેસ નોધાતા લોકોમાં ભયનો માહોલ

Update: 2023-12-31 16:24 GMT

અમદાવાદમાં કોરોનાંનાં આંકડાઓમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં કોરોનાંનાં 21 કેસ નોંધાતા લોકોમાં હવે ધીરે ધીરે ફરી કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેરનાં નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાહ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર અને ખોખરા વિસ્તામાં એક કેસ નોંધાવવા પામ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે. હાલ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તો 59 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.

વર્ષનાં છેલ્લા દિવસે અમદાવાદ શહેરમાં કોરોનાનાં 21 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું તો બીજી તરફ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે 21 કેસમાં 15 પુરૂષ જ્યારે 6 મહિલા દર્દીઓ નોંધાયા છે. 8 દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે. જેમાં તેઓ મુંબઈ, કેરળ, કેનેડા, USA થી પરત આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. હાલ અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 60 થઈ છે. જેમાં 11 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. તેમજ 1 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Tags:    

Similar News