ગાંધીનગર: સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યું પોલીસ આંદોલન,મોટી સંખ્યામાં પોલીસ પરિવારો ઉમટ્યા

સરકાર સાથે બેઠક બાદ પણ પોલીસ આંદોલન યથાવત રાજ્યમાં ગ્રેડ પેનો મુદ્દો હવે આગ પકડી રહ્યો છે

Update: 2021-10-27 12:03 GMT

ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પે વધારવાની માગણી સાથે પહેલા સોશિયલ મિડીયા અને હવે ધરણા સહિતના આંદોલન રાજ્યભરમાં શરૂ થઈ ગયાં છે. રાજ્યની રાજધાની ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવારો ઉમટી પડયા હતા.

આ છે રાજ્યની જનતા માટે સુરક્ષા કરતા એ ખાખી ના પરિવારજનો જે આજે પોતાના હક્ક માટે આંદોલન કરી રહયા છે સોમવારે રાતથી ચાલુ થયેલ આંદોલન હવે ધીમે ધીમે આગ પકડી રહ્યું છે . જ્યારે બીજા દિવસે પણ પોલીસ આંદોલન એલસીબી કચેરીથી શહેરના સત્યાગ્રહ છાવણી પહોંચ્યું હતુ. મંગળવારે મોટી સંખ્યામાં પોલીસ પરિવારની મહિલાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી હતી અને ધરણાં શરૂ કર્યા હતાં. મોડી રાતે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મહિલાઓ જોવા મળી હતી. આજે પણ મોટી સંખ્યામાં મહિલાઓ અને પોલીસના પરિજનો સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે ધરણા પર બેઠેલા પોલીસ પરિવારનું કેહવું છે કે દરેક લોકોને બોલવાનો અધિકાર છે પણ પોલીસને નથી. અમે અમારો હક્ક માંગીયે છીએ સરકાર અમને અમારો હક્ક આપે અમારે આ પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ છે સરકારે કમિટી બનાવવાની વાત કરી છે પણ જ્યાં સુધી ગ્રેડ પે નહિ વધે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે હજી મડાગાંઠ યથાવત છે બીજીબાજુ અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારમાંથી પણ લોકો આ આંદોલનને સમર્થન આપવા ઉમટી રહ્યા છે. આ આંદોલનમાં માત્ર પરિવાર નહિ પણ નાના બાળકો પણ જોડાયા છે બીજી બાજુ સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારો સાથે બેઠક કરી આ મુદ્દે સમિતિની રચના કરવાની બાંહેધરી આપી છે ત્યારે જોવું રહ્યું કે આ મામલે સરકાર શું નિર્ણય લે છે.

Tags:    

Similar News