હવે, વિશ્વના કોઈપણ ખૂણેથી ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્ષનો વિદ્યાર્થીઓને લાભ મળશે

Update: 2021-09-15 07:45 GMT

કોરોના બાદ શિક્ષણ ક્ષેત્રે ઓનલાઇન અભ્યાસ ક્રાંતિ આવી છે એ વાતમાં કોઈ બે મત નથી. પ્રાયમરીથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને હવે ઓનલાઇન અભ્યાસ કરવાની ફરજ પડી છે. પરંતુ હવે ઓનલાઇન કોર્સને લઈ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે અંતર્ગત હવે દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા વિધાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન કોર્સ અભ્યાસ કરી શકશે.

UGC નિયમ મુજબ 3 યુજી અને 10 પી.જીના કોર્ષીસ ઓનલાઈન માધ્યમથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે આ ઓનલાઇન કોર્સ વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક સત્રથી કરી શકશે. રાજ્યના કે, પછી દેશના જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ ખૂણેથી વિદ્યાર્થી હવે ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સ ભણી શકશે. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ 3 યુજી અને 10 પી.જીના કોર્ષીસ ઓનલાઈન માધ્યમથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણ મુજબ એલિજિબિલિટી દર્શાવીને આ કોર્સ શરૂ કરી શકાશે.

અત્યાર સુધી વિદ્યાર્થી દ્વારા કોઈ એક જ અભ્યાસક્રમમાં જોડાઈ શકાતુ હતું, પણ હવે બદલાતા સમયની માંગ સાથે જ વિદ્યાર્થી એક સાથે અન્ય એક ડિગ્રીનો અને એક ડિપ્લોમાનો કોર્ષ પણ કરી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા જ શિક્ષણ આપવાની સાથે તેમની પરીક્ષા પણ ઓનલાઈન માધ્યમો દ્વારા જ લેવામાં આવશે. આ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 36થી વધુ આઈ.સી.ટી. એનેબલ ક્લાસરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

Tags:    

Similar News