અમદાવાદીઓ સાચવજો કોરોના ફરી બેઠો થયો છે: આજે નોંધાયા ચિંતાજનક કેસ

મદાવાદમાં ફરી એક વખત કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાયા

Update: 2023-12-24 16:38 GMT

શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાંનાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચન કરવામાંઆવ્યું છે..

અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં નોંધાયેલા કેસમાં નવરંગપુરા, થલતેજ, બોડકદેવ, સાબરમતી, વટવા અને જોધપુરમાં નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ, 1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે. જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે..

Tags:    

Similar News