દેશની સૌથી મોટી ક્વિઝ કોમ્પિટિશન અમદાવાદમાં, 25 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે

ગુજરાતના વિદ્યાર્થીઓ કરોડો રૂપિયા જીતવા તૈયાર થઇ જાઓ. કારણ કે રાજ્ય સરકાર દ્વારા એક મેગા ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2022-07-07 07:11 GMT

ગુજરાતના વિદ્યાર્થીઓ કરોડો રૂપિયા જીતવા તૈયાર થઇ જાઓ. કારણ કે રાજ્ય સરકાર દ્વારા એક મેગા ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા જીતવાની રાજ્ય સરકારે સુવર્ણ તક આપી છે. અમદાવાદ ખાતે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં રાજ્યના ધોરણ 9 થી 12, કોલેજ અને યુનિવર્સિટી સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. જેમાં વિજેતા થનાર ઉમેદવારને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા એમ ત્રણ સ્તરે આકર્ષક ઈનામ આપવામાં આવશે. આ સાથે ગુજરાત સરકા દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ ક્વિઝ રોજે યોજાશે અને 15 અઠવાડિયા સુધી ચાલશે. જરૂરી નથી કે ભાગ લેનાર વ્યક્તિ વિદ્યાર્થી જ હોય કોઇ પણ વ્યક્તિ આ ક્વિઝ કોમ્પિટિશન માં ભાગ લઇ શકે છે. ક્વિઝ કોમ્પિટિશન માં વિજેતા ઉમેદવારોની ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે 252 તાલુકા-નગરપાલિકા તથા 170 વોર્ડનાં વિજેતા ઉમેદવારોની રૂ.1.60 કરોડના ઇનામ મળી કુલ 15 અઠવાડીયાના આશરે રૂ. 25 કરોડના ઇનામ તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે. જે સ્પર્ધકો ક્વિઝ કોમ્પિટિશન માં વિજેતા જાહેર થશે, તેને ત્રણ દિવસનો પ્રવાસ કરવામાં આવશે. જેમાં વિજેતાને ભારતના પ્રવાસન સ્થળો, યાત્રાધામો અને ઉદ્યોગ ગૃહ ની મુલાકાત કરાવવામાં આવશે. કોમ્પિટિશનમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. પહેલા તબક્કામાં તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ ઓનલાઇન ક્વિઝ યોજાશે તથા બીજા તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે.

Tags:    

Similar News