ગુજરાતમાં આજે કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 19 દર્દીઓ થયા રિકવર

ગુજરાતમાં આજે કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 19 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,575 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Update: 2021-09-23 15:46 GMT

ગુજરાતમાં આજે કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 19 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,575 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. આજે 3,59,297 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 140 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 134 નાગરિકો સ્ટેબલ છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 5, ગીર સોમનાથ 2, પોરબંદર 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમરેલી 1, ભાવનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, નવસારી 1 અને વલસાડમાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે.

રાજ્યમાં આજના દિવસમાં 3,59,297 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,83,50,222 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Tags:    

Similar News