અમદાવાદમાં નવી 50 ઇલેક્ટ્રિકલ બસ દોડશે, મુસાફરોની સંખ્યા વધતાં લેવાયો નિર્ણય

Update: 2022-04-28 04:15 GMT

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા હવે આગામી સમયમાં ઇલેક્ટ્રિક બસ શરૂઆત કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં જૂન-જુલાઈ માસમાં 50 નવી ઇલેક્ટ્રિક બસ ટાટા કંપની પાસેથી ખરીદી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તે પહેલાં જ ઇલેક્ટ્રીક લાઈન લેવા માટે ટોરેન્ટ પાવર પાસેથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

શહેરમાં આ ઇલેક્ટ્રીક ચાર્જીંગ સ્ટેશન પાછળ કુલ 2 કરોડ 65 લાખ સુધીનો ખર્ચ થશે. જેમાં બેઝીક કોર્પોરેશન ખર્ચ કરશે બાકી ખર્ચ ટાટા કરશે.બુધવારે મળેલી AMTS કમિટીમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું. પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા તેની અસર AMTSના મુસાફરોની સંખ્યામાં પડી છે. મુસાફરોની સંખ્યા વધતાં આવક પણ વધી છે.જાન્યુઆરી માસમાં દરરોજ 1.90 લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે ફેબ્રુઆરી માસમાં 2.53 લાખ લોકોએ અને માર્ચ માસમાં 2.93 લાખ લોકોએ મુસાફરી કરી છે. જ્યારે એપ્રિલ માસમાં અત્યાર સુધી 3.40 લાખ લોકો મુસાફરી કરી છે. 

Tags:    

Similar News