પાકિસ્તાની જાસૂસની તપાસમાં થયા નવા ખુલાસા, 13 લોકોને મોકલ્યા પાકિસ્તાન

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડાયેલા પાકિસ્તાની જાસૂસ અને સીમ કાર્ડ આપી મદદ કરનાર આરોપીની તપાસ માં મોટો ખુલાસો થયા છે.

Update: 2022-09-30 07:16 GMT

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડાયેલા પાકિસ્તાની જાસૂસ અને સીમ કાર્ડ આપી મદદ કરનાર આરોપીની તપાસ માં મોટો ખુલાસો થયા છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અબ્દુલ વહાબ પાંચ વખત પાકિસ્તાન જઈ આવ્યો છે અને આરોપી અબ્દુલ વહાબ વર્ષ 2019માં પાકિસ્તાન ISI એજન્ટ મારફતે કરાંચી ગયો હતો. કરાંચીમાં 3 દિવસ જાસૂસી લઈને ટ્રેનિંગ લીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સાથે જ એ પણ સામે આવ્યું છે કે, આરોપી 16 જેટલા સીમકાર્ડ એક્ટિવ કરાવ્યા અને 13 જેટલા લોકોને પાકિસ્તાન મોકલી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે શંકાસ્પદ લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

પાકિસ્તાની જાસૂસ અબ્દુલ વહાબ મૂળ પાકિસ્તાની રહેવાસી છે, જેનું મૂળ વતન અફઘાનિસ્તાન બોર્ડર પર છે પણ છેલ્લા 30 વર્ષથી અમદાવાદના કાલુપુર ખજૂરી મસ્જિદ ગલીમાં પરિવાર સાથે રહે છે. જે એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, પણ વર્ષ 2010 નિવૃત્ત થયો છે. જે આરોપી પાકિસ્તાનના વિઝા મેળવવા ન્યુ દિલ્હી ગયો હતો. તે સમયે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ શફાકત જતોઇના સંપર્કમાં આવ્યો હતો અને પૈસા માટે પાકિસ્તાની જાસૂસ બન્યો હતો. આરોપી છેલ્લા 4 વર્ષથી દેશ વિરોધી કૃત્ય કરતો હતો. જેમાં અત્યાર સુધીમાં અનેક સીમકાર્ડ માધ્યમથી વોટ્સએપ એક્ટિવ કરાવ્યું છે, પરંતુ તેના પાસેથી 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે. જે કોના નામે ખરીદ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી અબ્દુલ વહાબ ચારથી પાંચ વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ પ્રકારે અબ્દુલ વહાબ જેવા અનેક પાકિસ્તાન જાસૂસી ની મદદ થી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી ભારત વિરુદ્ધના નેટવર્કને ફેલાવવાનું ષડયંત્ર નો ઘટસ્ફોટ થયો છે. મહત્વનું છે કે, જે એક્ટિવ થયેલા વોટ્સએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સી isi દ્વારા ભારતના સુરક્ષા દળોની અત્યંત ગોપનીયતા અને સુરક્ષા દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ આંતરિક વ્યવસ્થાની માહિતી એકત્રિત કરીને ભારત વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડીને નેટવર્ક ઊભું કરતા હતા.

Tags:    

Similar News