પ્રદૂષણનના પ્રશ્નો બાબતે હવે દિલ્હી સુધી ધક્કા ખાવા નહીં પડે; રાજ્યને મળી શકે છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ બેંચ

Update: 2021-09-23 05:28 GMT

પર્યાવરણને લગતા પ્રશ્નો કે પ્રદૂષણને લગતા પ્રશ્નો બાબતે ગુજરાતના લોકો દિલ્હી કે પુણે સુધી ધક્કા ખાવા નહીં પડે. ગુજરાતને મળી શકે છે NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની સર્કિટ બેન્ચ.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની એક સર્કિટ બેન્ચ અમદાવાદમાં સ્થાપવા હાઇકોર્ટની ખંડપીઠે ભલામણ કરી છે.

વર્તમાનમાં દિલ્લી અને પુણેમાં NGT ની બેન્ચ છે. ગુજરાતના લોકો છેક દિલ્લી કે પૂણે સુધી ધક્કા ખાવા પડતા હોવાની રજૂઆત સાથે થયેલી અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટ હુકમ કર્યો છે. હાઇકોર્ટે કરેલ હુકમમાં કેન્દ્ર સરકાર અને NGT અમદાવાદમાં સર્કિટ બેન્ચ સ્થાપવા માટે ટકોર કરવામાં આવી છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના 18 ઓક્ટોબર, 2010 ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, 2010 હેઠળ કરવામાં આવી હતી. NGTની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણીય મુદ્દાઓ ઝડપથી ઉકેલ લાવવાનો છે, જેનાથી દેશની અદાલતોમાં પર્યાવરણને લગતા કેસોનો બોજ ઓછો થાય છે. રાજ્યને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની બેન્ચ મળે તો સૌથી પહેલો કેસ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ માથાના દુઃખાવા સમાન પીરાણા ડમ્પિંગ સાઈટનો કેસ હાથમાં લેવાય તેવી શક્યતા છે. શહેરમાં પીરાણા ડમ્પિંગ સાઈટ જે વર્ષો જૂની સાઈટ છે.

Tags:    

Similar News