સરકાર સામે મુશ્કેલી; એસટી કર્મચારીઓ આંદોલનના માર્ગે

રાજ્યના એસટી કર્મચારીઓ પોતાના મોંઘવારી ભથ્થુ, એરિયર્સ, ઓવર ટાઈમ, સેટલમેન્ટના લાભ સહિત અન્ય પડતર માગણીઓ મુદ્દે 22 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઊતરશે.

Update: 2021-09-22 04:32 GMT

નવી સરકાર સામે હવે મુશ્કેલી ઉભી થાય તેવી સ્થિતિ છે રાજ્યના એસટી કર્મચારીઓ પોતાના મોંઘવારી ભથ્થુ, એરિયર્સ, ઓવર ટાઈમ, સેટલમેન્ટના લાભ સહિત અન્ય પડતર માગણીઓ મુદ્દે 22 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઊતરશે. તેઓ 27 સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમો આપશે.એસટી નિયમના કર્મચારીઓની માંગણી લઈ ત્રણેય યુનિયનો મેદાને ઉતર્યા છે.

કર્મચારીઓ પડતર માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 8 ઓક્ટોબરથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે. હાલ 22 હજાર કર્મચારીઓ રજા રિપોર્ટ સબમિટ કરી દીધો છે અને બાકીના લોકો પણ એકાદ દિવસમાં પોતાનો રજા રિપોર્ટ સબમિટ કરી દેશે. એસટી બસમાં રોજ લાખો પેસેન્જરો પ્રવાસ કરે છે. ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ પરિસ્થિતિમાં બસ દોડાવવા સજ્જ હોય છે. ત્યારે તેમને મળવાપાત્ર લાભો આપવામાં તેમને પાછળ કેમ રાખવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં કર્મચારીઓ 2 વખત માસ સીએલ પર ઉતરતા તેમની અનેક માંગણી સ્વીકારવામાં આવી હતી. કેટલીક માગણીઓ સ્વીકાર્યા બાદ પણ તેનો લાભ હજુ સુધી કર્મચારીઓને મળ્યો નથી.તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કર્મચારીઓ લંચ સમય દરમિયાન સૂત્રોચ્ચાર અને શંખનાદ કરશે. આ સમય દરમિયાન જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ 8 ઓક્ટોબર થી અચોક્કસ મુદત માટે માસ સીએલ પર ઉતરી બસ નાં પૈડાં થંભાવી દેશે.

Tags:    

Similar News