ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ

કુલપતિ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતામાં ગુજરાત વિધ્યાપિથ મંડળની બેઠક વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ સમિતિ ખંડ માં યોજાઈ હતી

Update: 2023-01-03 10:35 GMT

કુલપતિ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતામાં ગુજરાત વિધ્યાપિથ મંડળની બેઠક વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ સમિતિ ખંડ માં યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળ માં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી જે ચાર નવા ટ્રસ્ટીઓ માં પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા, પદ્મભૂષણ રાજશ્રી બિરલા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ડૉ. હર્ષદ એ. પટેલ અને શ્રી દિલીપ પી. ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.કુલપતિ આચાર્ય દેવવ્રત એ નવા ટ્રસ્ટીઓની વરણીને આવકારી હતી અને કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુના ઉદ્દેશ્યને ફળીભૂત કરવા સૌ સાથે મળીને પરસ્પર પારિવારિક સહયોગથી મિશનની માફક કામ કરીશું. તેમણે કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ જન્મથી ગાંધીવાદી હોતો નથી. ગાંધીજીના વિચારો અનુસાર જે વ્યક્તિ જીવનભર કામ કરે તે ગાંધીવાદી થઈ જાય છે. કુલપતિ આચાર્ય દેવવ્રતજી જે ટ્રસ્ટીઓએ વિદાય લીધી એ ટ્રસ્ટીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની પ્રગતિ અને ઉન્નતિ માં આપેલા યોગદાન માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા એ ગુજરાત ખાદી બોર્ડના સભ્ય તરીકે ત્રણ વર્ષ સેવાઓ આપી છે તો પદ્મભૂષણ રાજશ્રી બિરલા પરોપકારી, શિક્ષણવિદ, પ્રદર્શન કલા અને સંસ્કૃતિના ચુસ્ત સંરક્ષક છે ડૉ. હર્ષદ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને દિલીપ ઠાકર માહિતી આયોગમાં માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે

Tags:    

Similar News