અમદાવાદ : આયશા મકરાણી આપઘાત પ્રકરણ : વ્હાલસોયી દીકરીની છેલ્લી વાતચીત

Update: 2021-02-28 07:34 GMT

ભૂલ થઈ ગઈ? જે છોકરી પતિને બેતહાશા મહોબ્બત કરતી હોય તેને પતિ જ કહે ‘તારે મરવું હોય તો મરીજા, મને વીડિયો મોકલી દેજે.’ ત્યારે એ છોકરી પાસે શું વિકલ્પ બાકી રહે?

વટવાની આઈશાના લગ્ન 2 વર્ષ પહેલાં આરીફ ખાન સાથે થયા હતા. આઈશા આરીફને પ્રેમ કરતી હતી અને આરીફ આઈશાના દહેજને પ્રેમ કરતો હતો. મનના શહેનશાહ માનેલા પતિ આરીફ ખાનની દહેજની બેહિસાબ માગણીઓના કારણે પાણીની દીવાલમાં જાતે ચણાઈ જતાં પહેલાં આઈશાએ આરીફ ખાનને પોતાનું આ ખૂન માફ કર્યું અને ખૂની નિર્દોષ છે એવો વીડિયો બનાવી એને મોકલી પણ આપ્યો.

25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. એ પહેલા ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે, છતાં યુવતી આપઘાત કરી લે છે. માતા-પિતા સાથે યુવતીની અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે જે ખૂબ જ હૃદયદ્રાવક છે. તેમા યુવતી તેના માતા-પિતાને કહે છે કે, અબ બહુત હો ગયા, અબ નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.

આપઘાત કરતા પહેલા યુવતીએ પોતાના માતા-પિતાને ફોન કરી પોતે મરી જાય છે અને પતિએ તેને મરવાનું કહ્યું તો તેનો વીડિયો મોકલવાનો કહ્યો હતો એટલે મેં બનાવીને મોકલ્યો છે એમ જણાવે છે. વાતચીતમાં માતા-પિતા બંને દીકરીને સમજાવે છે કે તું ઘરે આવી જા તને કસમ છે. પિતા કહે છે કાલે જ હું ઝાલોર જઈ અને બધું સરખું કરી આવીશ. છતાં આઇશા રડતાં રડતાં બસ હવે બહુ થયું. હવે નથી જીવવું કહી અને મરવાની વાત કરે છે. બચી ગઈ તો લઇ જજો અને મરી ગઈ તો દફન કરી દેજો કહે છે. માતા-પિતાની કસમ છતાં છેવટે આઇશા નદીમાં કૂદી જિંદગીનો અંત લાવી દે છે.

રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાંથી એક મહિલાની એટલે કે આઇશાની લાશ બહાર કાઢી હતી. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતાં પોલીસે આ મામલે વીડિયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

https://gujarati.connectgujarat.com/ahmedabad-women-suicide-made-video-on-river-front/?platform=hootsuite

Tags:    

Similar News