હોળી અને
ધુળેટીના તહેવારમય માહોલ વચ્ચે જાણીતી કલાકાર ઐશ્વર્યા મજમુદારનું નવું ગીત શ્યામ
વ્હાલા રીલીઝ થયું છે.
હોળી તમારા પ્રિયજન વિના અધૂરી છે ત્યારે
સિંગર ઐશ્વર્યા મજમુદાર
દ્વારા 'શ્યામ
વ્હાલા' આ હોળી ગીત
રજુ કરવામાં આવ્યું છે. હોળીના આ ગીતને અમર ખાંધાએ સંગીત આપ્યું છે અને ચેતન
ધાનાણીએ આ ગીત લખ્યું છે. ગીતનું નિર્દેશન પ્રિન્સ ગુપ્તાએ કર્યું છે. સંગીતકાર
અમર ખાંધાએ જણાવ્યું હતું કે, જ્યારે મેં શ્યામ વાલા ગીતને કંપોઝ કર્યુ ત્યારે તેનો ભાવાર્થ ભગવાનના
પ્રેમ માટેનો હતો. આ ગીતને દરેક ચાહકો સુધી પહોંચાડવામાં માટે હું ટીપ્સ ગુજરાતી નો આભાર માનું છું.
પ્રાદેશિક સંગીતને પ્રોત્સાહન આપવું જે ભારતીય સંગીત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બીજી તરફ ગીતની ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પણ દર્શકોને ગીતને જરૂરથી નિહાળવા માટે
અપીલ કરી છે.