અમરેલી : વિસાવદર હાઇવે પર બાળ સિંહ આવી ગયું રસ્તા પર, જુઓ સિંહણે શું કર્યું

Update: 2019-12-29 06:45 GMT

અમરેલીના

વિસાવદર હાઇવે પર સિંહણની મમતા જોવા મળી હતી. વાહનોથી સતત ધમધમતાં હાઇવે પર આવી

ગયેલાં પોતાના બચ્ચાને બચાવીને સિંહણ તેને હેમખેમ રીતે જંગલમાં લઇ ગઇ હતી. 

આપ જે

દ્રશ્યો જોઇ રહયાં છો તે અમરેલી વિસાવદર હાઇવે પરના છે. આખી ઘટના વિશે તમને જણાવીએ

તો સતત વાહનોની અવરજવરથી ધમધમતાં હાઇવે પર એક બાળ સિંહ આવી ગયો હતો. વાહનોની વચ્ચે

ઘેરાયેલા બાળસિંહને કઇ તરફ જવું તેની ખબર પડતી ન હતી. બાળ સિંહને જોઇને વાહનચાલકોએ

તેમના વાહનો અટકાવી દીધાં હતાં. આ સમયે બાવળની ઝાડીમાંથી બચ્ચાની માતા આવે છે અને

તેને મોમા પકડીને રોડની સાઇડ પર લઇ જાય છે. આ દ્શ્યોએ પશુઓમાં પણ કેટલી મમતા હોય

છે તેની પ્રતિતિ કરી હતી. અને એટલે તો આપણે કહેતા હોઇએ છીએ. મા તે મા…. બીજા બધા વગડાના વા ……

Similar News