અંકલેશ્વર : પોલીસકર્મી સહિત નગરજનોને ચાઇલ્ડ હેલ્પ લાઇન ટ્રસ્ટ દ્વારા કરાયું માસ્કનું વિતરણ

Update: 2020-11-04 12:26 GMT

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર સહિત ભરૂચ ખાતે ચાઇલ્ડ હેલ્પ લાઇન ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી વચ્ચે સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારીઓને વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી રહયો છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના વધુ પોઝિટિવ કેસ બહાર આવતા લોકો પણ જાગૃત બની રહ્યા છે. તેવામાં હાલ કોરોના સામે લોકો સાવધાની રાખે તે વધુ જરૂરી બન્યું છે, ત્યારે લોકોની વચ્ચે અને લોકો માટે ખડેપગે કાર્યરત રહેતા પોલીસ જવાનોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસ મથક, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક અને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે પોલીસ કર્મચારીઓને કોરોનાના કાળરૂપી ચક્ર સામે રક્ષણ મળે તે હેતુથી તમામ સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારીઓને ચાઇલ્ડ હેલ્પ લાઇન ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ નગરજનોને પણ માસ્ક વિતરણ કરી કોરોના વાયરસ સામે જાગૃતતા દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી.

Tags:    

Similar News