અંકલેશ્વરઃ ઈન્વર્ટરની ખરીદી બાદ રૂપિયા નહીં ચૂકવાતા નોંધાયી પોલીસ ફરિયાદ

Update: 2018-07-19 12:30 GMT

રૂપિયા ૧. લાખ ઉપરાંતની કિંમતના ૭ ઈન્વર્ટર અને ૬ બેટરીની ખરીદી કર્યા બાદ નાણા ચૂકવવામાં ગલ્લા તલ્લા કર્યા

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ટ્રેડીંગ કંપની સાથે રૂપિયા ૧.લાખ ઉપરાંતની છેતરપીંડી થતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. પોલીસે ફરિયાદનાં આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલા સેન્ટર સ્ક્વેરમાં ઉછાલી ગામના રહેવાસી હિતેશ પટેલ માધવી ટ્રેડીંગની ઓફીસ ધરાવે છે. ગત તારીખ ૧૩-૫-૧૮ના રોજ સમીર શ્રીદાત તથા તેમનો ડ્રાઈવર તેઓ પાસે રૂપિયા ૧. લાખ ઉપરાંતની કિંમતના ૭ ઇન્વટર અને ૬ બેટરીની ખરીદી કરી લઇ ગયા હતા. રૂપિયા બાદમાં આપી જશે તેમ તેણે જણાવ્યું હતું. જો કે બે માસ બાદ પણ તેઓ દ્વારા રૂપિયાની ચુકવણી ન થતા હિતેશ પટેલે બંને ઇસમો વિરુદ્ધ શહેર પોલીસ મથકે છેતરપીંડી અંગેની ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Similar News