ભરૂચ : આમોદ ગામે મતદાન જાગૃતિ અંગે “રન ફોર વોટ” રેલી યોજાય, શાળાના બાળકો અને શિક્ષકો જોડાયા

મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

Update: 2024-05-02 10:25 GMT

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લાની આમોદ મિશ્ર શાળા નંબર-2 તરફથી “રન ફોર વોટ” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

આમોદ મિશ્ર શાળા-2થી શાળાના બાળકો સાથે શિક્ષકોએ આમોદના ચાર રસ્તા, મચ્છી માર્કેટ, દરબાર રોડ, હિંમતપુરા, તિલક મેદાન સહિત મુખ્ય બજારમાં રેલી કાઢી હતી. આગામી તા. 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય, ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આમતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.વ્યું હતું.

Tags:    

Similar News