અંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે લકઝરી બસની બ્રેક થઇ ફેઇલ, જુઓ પછી શું થયું

Update: 2020-10-27 09:40 GMT

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે લકઝરી બસની બ્રેક ફેઇલ થઇ ગયા બાદ ડ્રાયવરની સમયસુચકતાના કારણે મોટી હોનારત થતાં અટકી ગઇ હતી.

પાનોલી જીઆઇડીસીમાં આવેલી મેઘમણી કંપનીના સ્ટાફના કર્મચારીઓને છોડીને લકઝરી બસ પરત આવી રહી હતી. બસ અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકથી પસાર થઇ રહી હતી તે સમયે અચાનક બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. બેકાબુ બનેલી બસ પહેલાં થાંભલા સાથે અથડાઇ હતી. બસના ડ્રાયવરે સમય સુચકતા વાપરીને બસને રોડની ખાલી સાઇડ પર વાળી દેતા બસ ડીવાઇડર સાથે ટકરાઇને અટકી ગઇ હતી.

રાતનો સમય હોવાથી વાહનોની અવરજવર ઓછી હોવાથી મોટી દુઘર્ટના અટકી હતી. પ્રતિન ચોકડી પાસે આવેલાં ફુટપાટ ઉપર શ્રમજીવીઓ તથા ભિક્ષુકો સુઇ રહેતાં હોય છે. જો બસ ફુટપાટ ઉપર સુતેલાં લોકો પર ફરી વળી હોત તો મોટી હોનારત સર્જાઇ શકે તેમ હતું પણ ડ્રાયવરની સમય સુચકતાના કારણે જાનહાનિ ટળી હતી.

Tags:    

Similar News