અંકલેશ્વર : ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડનીય કાર્યવાહી સાથે ટ્રાફિક પોલીસે હાથ ધર્યું વાહન ચેકિંગ

Update: 2020-09-29 11:16 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સીટ બેલ્ટ, હેલ્મેટ અને બ્લેક ફિલ્મ સહિત લાઇસન્સ વિના વાહન ચલાવતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતાં કેટલાક વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વાલિયા ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સીટ બેલ્ટ, હેલ્મેટ અને બ્લેક ફિલ્મ સહિત લાઇસન્સ વિના વાહન ચલાવતા વાહનચાલકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. ઉપરાંત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે માર્ગ પર ટ્રાફિક પોલીસ કાફલો જોતાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરતાં કેટલાક વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Similar News