ICSE-ISC બોર્ડના પરિણામો જાહેર:આવી રીતે જુઓ પરિણામ

આ વર્ષે કુલ 99,901 વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી 98,088એ પરીક્ષા પાસ કરી

Update: 2024-05-06 07:33 GMT

કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ ICSE 10મા અને ISC 12મા પરિણામ જાહેર કર્યા છે. કુલ 99.47% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cisce.org પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે. ગુજરાતમાંથી અંદાજિત 2 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.. આ વર્ષે કુલ 99,901 વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી 98,088એ પરીક્ષા પાસ કરી હતી. ધોરણ 12માં પાસ થવાની ટકાવારી 98.19% રહી છે. જ્યારે ધોરણ 10માં પાસ થવાની ટકાવારી 99.47% રહી છે.

પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો:-

Tags:    

Similar News