અંકલેશ્વર : “વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે” 100માંથી 2 વ્યક્તિ માનસિક બિમારીના કારણે આપઘાત કરતાં હોવાનું તારણ

Update: 2020-10-10 10:34 GMT

આજે 10મી ઓક્ટોબર એટલે “વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે”, કેટલાક લોકોમાં ઉદાસીનતા, ચિંતા, તણાવ, ઊંઘની સમસ્યા, વ્યસન, મૂડ ડિસઓર્ડર સહિતની ઘણી બધી અન્ય બીમારીઓ હોય છે. અંદાજે દર 100 વ્યક્તિઓએ 2 વ્યક્તિઓ માનસિક આરોગ્યની સારવારના અભાવે આત્મહત્યા કરે છે, ત્યારે માનસિક બીમારી અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સુરતના સિનિયર સાયકોલોજિસ્ટ દ્વારા અઠવાડિયામાં એક વખત દર્દીઓના સારવારની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવે છે.

ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના આંકડા અનુસાર વર્ષ 2016માં ભારતમાં 18 ટકા લોકોએ આપઘાત કર્યો હતો, જેમાં આપઘાત કરીને મરાનારામાં 36.6 ટકા મહિલાઓ હતી. ભારતમાં પુરુષોનો આપઘાતનો દર વૈશ્વિક સરખામણીએ 24.3 ટકા છે. ભારતમાં આપઘાત સંબંધિત મૃત્યુનું સરેરાશ વયજૂથ 15થી 39 છે, જેમાં મોટી સંખ્યા શિક્ષત અને વિકસીત એવા દક્ષિણનાં રાજ્યોની છે. ભારતની કુલ વસતીના 42 ટકા વસતી 'હાઈ રિસ્ક'માં આવે છે.

વૈશ્વિક આરોગ્ય સંસ્થાના એક અભ્યાસ મુજબ વર્ષ 2020 સુધીમાં મૃત્યુના કારણોમાં બીજું કારણ વ્યક્તિની ઉદાસીનતા સામે આવી છે. અંદાજે દર 100 વ્યક્તિઓએ 2 વ્યક્તિઓને માનસિક આરોગ્યના સારવારની ખાસ જરૂર પડે છે. દર વર્ષે 8 લાખ જેટલા લોકો આત્મહત્યા કરે છે. માનસિક બીમારી અંગે જનજાગૃતિના અભાવના કારણે બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે. સામાન્ય બીમારી જેવી કે, ઉદાસીનતા, ચિંતા, તણાવ, ઊંઘની સમસ્યા, વ્યસન, મૂડ ડિસઓર્ડર કે અન્ય બીમારીઓ હોય છે. આ બીમારીઓનો ઉપચાર અને નિદાન શક્ય છે, તથા તેના અનુભવી તજજ્ઞો પણ હવે ઉપલબ્ધ છે. સમાજમાં જનજાગૃતિ ફેલાય, વ્યક્તિ-બાળકોની ભણવા-લખવા જેવી તથા બુદ્ધિઆંક માપવા અર્થે પણ સાયકોલોજિસ્ટનું માર્ગદર્શન મનોવૈજ્ઞાનિક પરીક્ષણ અર્થે લઇ શકે છે. જોકે વ્યક્તિમાં રહેલો તણાવ આત્મહત્યા સુધી ન પહોંચે અને લોકો માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે હેતુસર તા. 10મી ઓક્ટોબરે “વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે” તરીકે ઉજવામાં આવે છે, ત્યારે ભારતમાં આ વર્ષની થીમ "40 સેકન્ડ્સ ઓફ એક્શન" રાખવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ માનસિક રીતે અસ્વસ્થ લોકોને આપઘાત કરતાં રોકવા અંગે જાગૃતિ લાવવાનો છે.

Tags:    

Similar News