અંકલેશ્વરમાં યક્ષધ્રુવા પાટલા ફાઉન્ડેશન ટ્રસ્ટ ગુજરાત યુનિટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

Update: 2018-11-04 10:07 GMT

અંકલેશ્વરનાં માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યક્ષધ્રુવા પાટલા ફાઉન્ડેશન ટ્રસ્ટ ગુજરાત યુનિટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="71625,71626,71627,71628,71629,71630,71631,71632,71633,71634,71635,71636,71637,71638,71639,71640,71641,71642,71643,71644,71645,71646,71647,71648,71649,71650,71651,71652,71653"]

કાર્યક્ર્મ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ,નગર પાલિકાના ઉપ પ્રમુખ નીલેશ પટેલ,સંદીપ પટેલ,ઓમકાર ગ્રુપના હસમુખ પટેલ,આગેવાન બાબુ ભાઈ પટેલ અને ટ્રસ્ટ સતીશ શેટ્ટી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

યક્ષ ધ્રુવા પેટલા ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગુજરાત યુનિટના વાર્ષિક દિન ઉજવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ વિતરણ સમારંભ તથા તુલુ સંઘ અંકલેશ્વરના સ્થાપના દિનની ઉજવણીમાં શારદા ભવન, ઓડીટોરીયમ અંકલેશ્વર ખાતે કરવામાં આવી હતી. જેમાં સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ગુમાનદેવજી, મહાદેવ મંદિર મહંત મનમોહનદાસજી તથા નગરપાલિકાના પદાધિકારીઓએ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમ દરમિયાન પોતાના વકતવ્યમાં ઈશ્વરસિંહ પટેલે કાર્યક્રમના મેંગ્લોર વિસ્તારના નાગરિકોએ ગુજરાતમાં આવી રોજગાર ક્ષેત્રે નામના મેળવી તેઓ ગુજરાત અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને એવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.આ કાર્યક્રમમાં કર્ણાટકની વિરાસત દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

 

Similar News