અરવલ્લી : કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલની માંગ સાથે કોંગ્રેસના ધરણાં, 25 કાર્યકરોની અટકાયત

Update: 2020-07-23 09:35 GMT

અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા જતાં કહેરના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા સિવિલ હોસ્પિટલની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા સમાહર્તા ભાજપનું પ્રતિનિધિત્વ કરતાં હોવાનો બાયડના ધારાસભ્ય જશુ પટેલે આક્ષેપ કર્યો હતો.

રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા જતાં કહેરના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા સિવિલ હોસ્પિટલની વિશેષ માંગ સાથે મોડાસા ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં અરવલ્લી જિલ્લા સમાહર્તા ભાજપનું પ્રતિનિધિત્વ કરતાં હોવાનો માલપુર-બાયડના ધારાસભ્ય જશુ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસ પાર્ટી ધરણાં પ્રદર્શન યોજે તે પહેલા જ પોલીસે 25થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

અરવલ્લી જિલ્લાની રચના થયાને લગભગ 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં જીલ્લામાં વિશેષ સુવિયધાઓથી સજ્જ સિવિલ હોસ્પિટલ નહીં હોવાના કારણે દર્દીઓને હિંમતનગર સુધી લાંબા થવું પડી રહ્યું છે, ત્યારે હવે વધી રહેલા કોરોનાના કાળ વચ્ચે વહેલી તકે સિવિલ હોસ્પિટલ બનાવવાની માંગ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. જોકે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા પોતાનું આંદોલન યથાવત રાખવામાં આવશે.

Similar News