અરવલ્લી: મોડાસાના મામલતદારની કાર્યદક્ષતા, એપેન્ડીક્શનું ઓપરેશન કરાવ્યા બાદ 48 કલાકમાં જ ફરજ પર હાજર થયા

Update: 2021-02-08 11:54 GMT

ચૂંટણીની કામગીરી દરમ્યાન મોડાસાના મામલતદારને પેટમાં દુખાવો થતાં એપેન્ડીક્શનું ઓપરેશન કરાવ્યા બાદ માત્ર 48 કલાકમાં જ ફરજ પર હાજર થઈ કર્તવ્ય નિસ્ઠાના દર્શન કરાવ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અધિકારીઓ પર ચૂંટણીલક્ષી કામગીરી વધી જતી હોય છે. એવામાં મોડાસાના મામલતદાર અરૂણ ગઢવીએ પોતાની જવાબદારી નિભવવા એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ચૂંટણીની પ્રક્રિયા સમયે છ તારીખના રોજ મામલતદાર અરૂણ ગઢવીને એપેન્ડીક્શનો દુખાવો થયો હતો. તબીબી તપાસ કરાવતા એપેન્ડીક્સનું ઓપરેશન કરાવવા માટેની સલાહ આપવામાં આવી હતી. ઓપરેશન કરાવ્યા બાદ તેઓ આઠ તારીખના રોજ પોતાની ફરજ પર હાજર થઇ ગયા હતા.આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ડોક્ટરની સલાહ લીધા બાદ મામલતદારે પોતાની જવાબદારી નિભાવવા ફરજ પર હાજર થયા હતા.

Tags:    

Similar News