બનાસકાંઠા : લોક ગાયક જીગ્નેશ કવિરાજના નામે મહિલાઓને ઠગતો ઠગ ઝડપાયો

Update: 2020-01-18 14:10 GMT

છેલ્લા ઘણાં સમયથી જીગ્નેશ કવિરાજના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી મહિલાઓ સાથે વિશ્વાસ કેળવી મહિલાઓના સંપર્કમાં આવતો બાદમાં જીગ્નેશ કવિરાજના જન્મ દિવસ માટે દાગીના ગિફ્ટમાં માંગતો આ રીતે અલગ અલગ મહિલાઓ પાસેથી દાગીના લઈ ઠગાઈ કરતો હતો.

પકડાયેલ આરોપીની વાવ તાલુકાના  માડકા ગામનો પ્રકાશ વ્યાસ હોવાની ઓળખ થઈ છે

પ્રકાશ વ્યાસ આ પહેલા જીગ્નેશ કવિરાજના પ્રોગામો કરાવતો હોવાનું અને સ્ટેજ પર

જીગ્નેશ  કવિરાજ સાથે રહેતો હોવાનું

પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે. આજે આરોપીના ભાઈના લગ્ન

હતા ત્યારે પોલીસ ઘરે પહોંચી પકડી લીધો હતો. ઘરમાં ખુશીનો પ્રસંગ ઠગના કારણે

પરિવારના સભ્યોના માથે ટેંશનની લકીરો લાવી દીધી હતી. ગુજરાતના લોક ગાયકો માં ફેમસ

જીગ્નેશ કવિરાજના નામે ઠગાઈનો મામલો સામે આવતા જીગ્નેશ કવિરાજના ફેન્ડ સર્કલમાં પણ

નારાજગીના સુર ઉઠ્યા છે. આજે ઠગતા શખ્સને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે.

Similar News