બનાસકાંઠાઃ હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર લગાવ્યો 50 કરોડના કૌભાંડનો આક્ષેપ

Update: 2020-08-01 12:02 GMT

જિગ્નેશ મેવાણી-હાર્દિક પટેલનો સરકાર પર મનરેગા યાજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. બંને યુવા નેતાઓએ આરોપ લગાવતા કહ્યું કે બાલિન્દ્રા ગામમાં 10 કરોડનું કૌભાંડ કરાયું છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યા છે કે સમૃદ્ધ ગુજરાતમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે અને મનરેગા હેઠળ ગરીબોના રૂપિયા લઈ લેવાય છે. બનાસકાંઠાના લોકો સાથે 50 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરાયું છે. એક ગામમાંથી 50થી 100 લોકોના ખોટા એકાઉન્ટ અને જોબકાર્ડ બન્યાના આક્ષેપ સાથે હાર્દિક કહ્યું કે લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાય છે. ભાજપ સમર્થક સરપંચ અને TDO દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે.

બીજી તરફ અપક્ષ ઘારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે મનરેગા યોજના અંતર્ગત 200થી 250 દિવસ કામ અપાય છે. હાલ કોરોનાના કારણે દેશમાં 16થી 22 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે હાલમાં 100 દિવસ જ કામ આપવામાં આવે છે. બનાસકાંઠાના 300 ગામોમાં મનરેગાનું કૌભાંડ ચાલે છે અને આની તપાસ થવી જોઈએ

Similar News