ભરૂચ : 187 હોમગાર્ડ જવાનોએ મતાધિકારનો કર્યો ઉપયોગ, બેલેટથી કર્યું મતદાન

Update: 2021-02-23 11:57 GMT

ભરૂચમાં 187 જેટલા હોમગાર્ડના જવાનોએ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન કર્યું.

ભરૂચ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં ફરજ બજાવનાર ભરૂચના હોમગાર્ડ જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 28 મી ફેબ્રુઆરીએ ભરૂચ જિલ્લા પંચાયત, જિલ્લાની નવ તાલુકા પંચાયત તેમજ ચાર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેમાં ફરજ બજાવનાર સુરક્ષા જવાનો અને સરકારી કર્મચારીઓ તેમનું મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ પેપર થકી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે અંતર્ગત આજરોજ ભરૂચના આયોજન ભવન ખાતે હોમગાર્ડ જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 207 પૈકી 187 જવાનોએ તેમના મતાધિકારનું ચૂંટણી પંચની ગાઈડલાઈન સાથે ઉપયોગ કરી દેશના નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. ચૂંટણી અધિકારી એન. આર.પ્રજાપતિએ આ અંગે માહિતી આપી ચૂંટણીમાં તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી.

Tags:    

Similar News