ભરૂચ : અંકલેશ્વરમાં 13 વર્ષીય સગીરાને ધાકધમકી આપી દુષ્કર્મ ગુજારનાર યુવક ઝડપાયો

Update: 2020-02-11 15:29 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પરપ્રાંતીય યુવકે 13

વર્ષીય સગીરાને ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા GIDC પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર

પ્રદેશના અને હાલ અંકલેશ્વરમાં રહેતા ઔરંગઝેબ શેખ નામના યુવકે 13 વર્ષીય સગીરાનો

પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો. યુવકે સગીરાને તેના પિતા તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યાર બાદ સગીરાને ભગાડી ધાકધમકી આપી તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જોકે સમગ્ર બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતા તેઓએ

અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં પરપ્રાંતીય યુવક વિરુદ્ધ

ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી ઔરંગઝેબની ધરપકડ કરી

જરૂરી તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News