ભરૂચ : કેરીના રસિયાઓ માટે ખરાબ સમાચાર, કેરીના તૈયાર રસથી ચલાવવું પડશે કામ

Update: 2021-04-03 05:27 GMT

ભરૂચ જિલ્લામાં 11થી વધારે ગામોમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીના પાકને ધુમ્મસના કારણે નુકશાન થયું છે. કેરીનો પાક ઓછો આવવાના કારણે કેરીના ભાવમાં વધારો થઇ શકે છે.

Full View

અંકલેશ્વરના દીવા જુના દીવા બોરભાઠા સહિત નદી કિનારેના 11 થી વધુ ગામો ઉપરાંત અન્ય વિસ્તારોમાં ખેડુતોની આંબાવાડીઓ આવેલી છે. જેમાં વિવિધ પ્રકારની કેરીઓનું વાવેતર કરવામાં આવેલું છે. જિલ્લામાંથી કેરીની અન્ય શહેરો તથા વિદેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી કેરી પાકને ખાસ કરી શિયાળામાં વધી રહેલાં ધુમ્મસના કારણે નુકસાન પહોંચી રહયું છે આ વર્ષે પણ ખેડુતો આ સમસ્યાનો સામનો કરી રહયાં છે. આંબા પરથી કેરી પાડવાની મોંઘી મજુરી સાથે આંબે મોર સુકાઈ રહ્યા છે જેમાં ઉનાળામાં કેરી ના મોરને પણ વધી રહેલી ગરમીના કારણે મોટું નુકસાન થવાની જઈ રહ્યું છે.

જિલ્લામાં કેરીની સિઝનમાં અદાજીત 6 થી 7 કરોડની કેરીનું ઉત્પાદન થાય છે જે છેલ્લા 3 થી 4 વર્ષથી ઘટી રહ્યું છે. લંગડો, તોતાપુરી, બદામ, હાફૂસ, દશેરી સહિત કેરીની વિવિધ કેરી જાતો વિદેશમાં પણ નિકાસ થાય છે. કેરીનો ઓછો પાક આવતા નિકાસ પણ ઘટવાની સાથે બજારમાં કેરી ઓછી આવશે. અને જેની સીધી અસર કેરીની કિમંતો પણ જોવા મળશે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગને તૈયાર કેરીના રસથી કામ ચલાવવું પડે તેવા સંજોગોનું નિર્માણ થયું છે.

Similar News