ભરૂચ: કોરોના સામેની લડતમાં સરકારને મદદ, ભાજપના કારોબારી સભ્યએ રૂ. 1,01,111નો ચેક અર્પણ કર્યો

Update: 2020-03-30 10:54 GMT

કોરોના વાયરસની સામેની લડતમાં હવે કેટલાક સેવાભાવી લોકો સરકારને મદદ કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના કારોબારી સભ્યએ પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 1,01,111 રૂપિયાની સહાય કરી છે. જેમાં આરોગ્યલક્ષી સુવિધા માટેનો ચેક ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો.

સમગ્ર વિશ્વની સાથે સાથે ભારત દેશ પણ કોરોના વાયરસ સામે લડત ચલાવી રહ્યું છે. ભારત દેશમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. વધતા જતા કોરોના વાયરસના કેસોના પગલે આરોગ્ય સુવિધા માટે પણ મોટી જરૂરિયાત ઊભી થઇ છે. સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે વિવિધ સ્થળોએ ક્વોરેન્ટાઇન વોર્ડ ઉભા કરાયા છે. જેમાં આરોગ્ય સુવિધા માટે કેટલાક સેવાભાવી લોકો મદદ કરી સમાજ સેવામાં જોતરાયા છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય રામુ ભરવાડે પણ 1,01,111 રૂપિયાનો ચેક બનાવી મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Similar News