ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે લોકોને આર્યુવેદિક ઉકાળાનું કરાયું વિતરણ

Update: 2020-03-14 09:53 GMT

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે આર્યુવેદિક ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું હતું.

કોઇ પણ બિમારીને આર્યુવેદથી સારી કરી શકાય છે અને ભારતીય ગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં દાવાનળની જેમ ફેલાઇ ચુકયો છે. ખાસ કરીને ઇટાલી અને ઇરાન સહિતના દેશોમાં ઝડપથી ફેલાઇ રહયો છે. ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યાં છે. ભારતમાં કોરોના વાયરસને અનુલક્ષી તકેદારીના પગલાં ભરવામાં આવી રહયાં છે. ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે આર્યુવેદિક ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકોને ઉકાળો અને દવાઓ આપવાની સાથે કોરોના વાયરસથી બચવા માટે શું ઉપાયો કરવા જોઇએ તેની માહિતી આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ તથા અન્ય સરકારી વિભાગના અધિકારીઓ અને તબીબો આ પ્રસંગે હાજર રહયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વાઇન ફલુ બાદ હવે કોરોના વાયરસમાં પણ આર્યુવેદિક ઉકાળો અકસીર સાબિત થઇ શકે છે.

Similar News