ભરૂચ : કોરોના વાયરસ સામે લડવા તંત્ર સજજ, ખાસ એમ્બયુલન્સની ફાળવણી

Update: 2020-03-27 11:27 GMT

ભરૂચ જિલ્લામાં કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ માટે અલગથી ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા શરૂ કરવામાં આવી છે.

રાજયમાં કોરોના વાયરસને અનુલક્ષીને તંત્ર તરફથી વિવિધ પગલાં ભરવામાં આવી રહયાં છે. કોરોનાના સંદર્ભમાં હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરવામાં આવ્યો છે. 104 નંબર પર કરવામાં આવતાં ફોનની વર્ધી 108 એમ્બયુલન્સને આપવામાં આવે છે અને એમ્બયુલન્સ જે તે વ્યકતિના ઘરે પહોંચી તેને હોસ્પિટલ ખાતે ખસેડે છે. કોરોના વાયરસનો ચેપ લાગતો રોકવા માટે ભરૂચ જિલ્લામાં કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ અલગ રાખવામાં આવી છે જે ફક્ત કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને સારવા‌ર માટે હોસ્પિટલમાં શિફ્ટ કરશે.દર્દીને હોસ્પિટલમાં ખસેડયા બાદ એમ્બયુલન્સને સેનીટાઇઝ પણ કરવામાં આવશે.

Similar News