ભરૂચ : દિવ્યાંગ બાળકોએ બનાવ્યાં દિવડાઓ, તમે ખરીદી કરી બની શકો છો મદદરૂપ

Update: 2020-10-16 10:25 GMT

ભરૂચની કલરવ શાળાના દિવ્યાંગ બાળકો દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન કલાત્મક દિવડાઓ બનાવી તેનું વેચાણ કરતાં હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે તેમના બનાવેલા દીવડાઓનું વેચાણ થશે કે કેમ તે એક સવાલ ઉભો થયો છે.

ભરૂચમાં શારીરીક અને માનસિક રીતે વિકલાંગ બાળકો આર્થિક રીતે પગભર બની શકે તે માટે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. દિવ્યાંગ બાળકો ફાઇલ, દિવડાઓ સહિતની અનેક વસ્તુઓ બનાવી વેચાણ કરે છે અને તેમાંથી થતી આવકની રકમ તેમના બેંક ખાતામાં જમા થાય છે. આ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે બાળકોની રોજગારી સામે ખતરો ઉભો થયો છે.

આખું વર્ષ મહેનત કરીને બાળકોએ દિવડાઓ બનાવ્યાં છે પણ તેનું વેચાણ થશે કે કેમ તે એક સવાલ છે. કલરવ શાળાના સંચાલક નીલાબેન મોદીએ જણાવ્યું હતું કે, બાળકોએ સખત મહેનત કરી દીવડાઓ બનાવ્યાં છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે કલરવ શાળા ખાતે આવી દીવડાઓ ખરીદી દિવ્યાંગ બાળકોના ઉત્સાહમાં વધારો કરીએ.

Tags:    

Similar News