ભરૂચ : હાંસોટ પોલીસના દરોડા, 3 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો

Update: 2020-12-02 07:31 GMT

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી પોલીસે 3 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

હાંસોટ પોલીસે પ્રોહિબિશન રેડ કરી 3 લાખ 4 હજાર 800 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ સચોટ બાતમીના આધારે હાંસોટ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કે એમ ચોધરી તથા સાથી પોલીસ કર્મચારીઓએ મળી પ્રોહિબિશન રેડ કરી હાંસોટ ટાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે વિવિધ બ્રાન્ડની બોટલો મળી કુલ 3 લાખ 4 હજાર 800 રૂપિયાનો મુદ્દામલ ઝડપી પાડ્યો હતો. જો કે લાખો રૂપિયાનો વિદેશી દારૂના બંને આરોપી પોલીસ પકડથી બહાર છે. મુજમ્મીલ ઉર્ફે મુન્નો બશીર શૈખ રહે. ટાકવાડા, હાંસોટ અને મુજફ્ફીર ઉર્ફે ગોરૂ બશીર શૈખ રહે. ટાકવાડા, હાંસોટ નામના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. હાંસોટ પોલીસના કર્મીઓને સંયુક્ત દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Tags:    

Similar News