ભરૂચ: પ્રાથમિક શાળાઓમાં શરૂ કરાશે “સહાય કેન્દ્ર”, લોકડાઉનમાં અસરગ્રસ્તોને સીધી સહાય મળે તેવું આયોજન

Update: 2020-03-30 12:31 GMT

કોરોના વાયરસના કારણે અનેક લોકોની હાલત કફોડી બની છે, ત્યારે કેટલાક લોકો સહાય સામગ્રી વિતરણના બહાને ભરૂચ વહીવટી તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતાં હોવાની ફરિયાદો મળી હતી, ત્યારે હવે જરૂરિયાતમંદોને હાથો હાથ સહાય મળી રહે તે માટે વિવિધ વિસ્તારોની પ્રથામિક શાળાઓમાં સહાય કેન્દ્ર ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 29 માર્ચના રોજ નવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આગામી તા. 14 એપ્રિલ સુધી લોકડાઉન યથાવત રહેનાર હોવાના કારણે ભરૂચમાં વિવિધ વિસ્તારોમાં ગરીબ, શ્રમજીવી અને મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બનતા તેઓને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાત સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કેટલાક લોકો દ્વારા જીલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનો ભંગ થતો હોવાથી શહેર મામલતદાર રણજીત મકવાણાએ એક પરિપત્ર જાહેર કર્યો હતો.

જેમાં ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સહાય સામગ્રી વિતરણ કરવા માટે કેન્દ્ર ઉભા કરવામાં આવશે. સાથે જ વિવિધ સેવાભાવી સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે કે, જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાની સહાય સામગ્રી તંત્ર સુધી પહોંચાડો, જે તંત્ર દ્વારા ખરેખર જરૂરિયાતમંદ લોકોને હાથોહાથ પહોંચાડી એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં માટે સહાય કેન્દ્ર ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Similar News