ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના અંગે સેમિનાર યોજાયો

Update: 2021-03-04 12:51 GMT

ભરૂચના ઝાડેશ્વર વિસ્તરમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે જન ઔષધી સ્ટોર વિશેની માહિતી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓ માટે જેનરીક દવાનું યોગ્ય ભાવે વેચાણ, બજારમાં ઉપલબ્ધ દવાઓ અને જન ઔષધી સ્ટોર પર ઉપલબ્ધ દવાઓ વચ્ચેનો તફાવત સહિત જનઔષધિ સુગમ એપ વિશે વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનો સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. સંસ્થાના વિવિધ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફે સેમિનારનો લાભ લીધો હતો.

આ પ્રસંગે વડોદરા લાઈફલાઈન ફાઉન્ડેશનના મેનેજર ભક્તિ પટેલ અને સ્નેહા ધોરાવાલા, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સિપાલ ડૉ. કિશોર ઢોલવાણી, કો-ઓર્ડિનેટર વૈશાલી પટેલ અને નેહા ચૌહાણ સહિતના સ્ટાફે સેમિનાર સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તો સાથે જ સંસ્થાના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીકના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન પાર પાડવામાં આવ્યું હતું.

Tags:    

Similar News