ભરૂચ: મીની લોકડાઉનનો અમલ 18 મી મેં સુધી લંબાવાતા વેપારીઓમાં નારાજગી, સવારના સમયે દુકાન ચાલુ રાખવા માટે મંજૂરીની માંગ

Update: 2021-05-14 11:01 GMT

મીની લોકડાઉન લનો અમલ પુનઃ એકવાર લંબાવવા માં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ બપોર બાદ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના ના વધતા જતા સંક્રમણને નાથવા માટે નાઈટ કરફ્યુ અને તે બાદ વધુ નિયંત્રણો સાથે મીની લોકડાઉન લગાડવામાં આવેલ છે.જેની મુદ્દત 12 મી મેં ના રોજ પૂર્ણ થતાં પુનઃ એકવાર તેમાં વધારો કરી 18 મી મેં સુધી મીની લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.જેના પગલે અનેક ધંધા રોજગારને અસર થઈ રહી છે.સૌથી કફોડી હાલત ભાડે દુકાન રાખી ધધો કરતા વેપારીઓની થઈ છે.

છેલ્લા દોઢ વર્ષ થી કોરોનાના કારણે આર્થિક નુકસાની ભોગવી રહેલા વેપારીઓની ધીરજ હવે ખૂટી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પટેલ સુપર માર્કેટના વેપારીઓ રોજગાર ધંધા વગર પડી ભાંગ્યા છે. ભરૂચ સુપરમાર્કેટ ભરૂચનું સૌથી જૂનું માર્કેટ છે. જેમાં 500 થી વધુ દુકાનો છે.સુપર માર્કેટ ખાતે વિવિધ વેપારીઓ રોજીરોટી પોતાની મેળવી રહ્યા છે.પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં મીની લોકડાઉન ને કારણે ધંધા-રોજગાર વગર પડી ભાંગ્યા છે.

વેપારીને ત્યાં કામ કરતા કામદારોને પગાર પણ પૂરો આપી શકતા નથી લાઈટ બિલ ભરી શકતા નથી .તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે આવા સમયે ભરૂચ કલેકટર તેમજ નગરપાલિકા ભરૂચના વેપારીઓને સવારના 8:00 થી બપોરના ૧ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા ની મંજૂરી આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે બપોર બાદ પૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે તેવી પણ વેપારીઓ માંગણી કરી રહ્યા છે

Similar News