ભરૂચ: ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભુદેવોએ વિવિધ સેવાકીય કાર્ય કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી

Update: 2021-05-14 10:46 GMT

અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન પરશુરામજીની જ્યંતી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, પરશુરામ ભગવાન વિષ્ણુના દસ અવતારો પૈકી છઠ્ઠા અવતાર હતા અને તે મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા. આ વખતે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અને બ્રહ્મસેવા સમિતિ દ્વારા વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા પાંજરાપોળ ખાતે ગૌપુજન બાદ દાંડિયાબજાર શાક માર્કેટ ખાતે માસ્ક તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યારે બ્રહ્મ સેવા સમિતિ દ્વારા સેવાયજ્ઞ સમિતિ ખાતે નિરાધાર વૃદ્ધોને એક ટાઈમ ભોજન કરાવી સેવા કરવામાં આવી હતી.

Similar News