ભરૂચ : રવિવારની રજામાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Update: 2020-09-06 08:32 GMT

ભરૂચ શહેરમાં નર્મદા નદીના પુરના પાણી ઓસરી ગયા બાદ હવે મેઘરાજાની ફરી એન્ટ્રી થઇ છે. રવિવારના રોજ બપોરના સમયે ઝરમર ઝરમર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભરૂચની નર્મદા નદીમાં છેલ્લા એક સપ્તાહથી પુરની સ્થિતિ હતી. હાલ તો નદીમાં આવેલાં પુરના પાણી ઓસરી ગયાં છે. પુરની સાથે વરસાદે પણ વિરામ લેતાં લોકો ઉકળાટનો સામનો કરી રહયાં હતાં. રવિવારે બપોરના સમયે વાતાવરણ વાદળછાયું બની ગયું હતું અને ધીમે ધીમે વરસાદની શરૂઆત થઇ હતી. આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રવિવારની રજા હોવાના કારણે લોકોએ વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો. વરસાદના પગલે શહેરના માર્ગો ભીંજાય ગયાં હતાં.

Tags:    

Similar News