ભરૂચ : SSC અને HSC સામાન્ય પ્રવાહના મોડેલ એકઝામ-૨૦૨૦નું પરિણામ જાહેર

Update: 2020-02-26 10:17 GMT

શિક્ષણ ઉત્કર્ષ સંગઠન અને રોટરી કલબ ઓફ ભરૂચ તેમજ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુકત ઉપક્રમે SSC અને HSC સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એકઝામ-૨૦૨૦ નું પરિણામ રોટરી કલબ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે પરિશ્રમ ક્લાસના પ્રણેતા એવા શૈલેષભાઈ ગૌસ્વામી એ વિદ્યાર્થીઓને ઉદબોધન આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે તથા વાલિઓ પણ બાળકો પર પરિક્ષા માટે કોઈ પણ પ્રેશર ન આપે. સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા સંગઠનની ઉત્કૃષ્ઠ કામગીરી ને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને તેઓ કોઈ પણ પ્રકારના ભય વિના બોર્ડની પરીક્ષા આપે અને ગુજરાત બોર્ડ માં સારા નંબર થી પાસ થઈ ભરૂચ નું નામ રોશન કરે તેમ જણાવ્યું હતુ.

શિક્ષણ ઉત્કર્ષ સંગઠન દ્વારા લેવામાં આવેલ મોડલ ટેસ્ટ માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નાગોરી સમીના મોહમ્મદરફીક પ્રથમ, પટેલ શોબીયા સીરાઝભાઈ દ્વિતીય અને પિપરોત્તર હેમાની કનકભાઈ તૃતીય જ્યારે ધોરણ ૧૦ માં સોલંકી જાનવી વિજયભાઈ પ્રથમ, રાજ ધ્રુવીકુંવરબા રણજીતસિંહ દ્વિતીય અને પટેલ નેહાબેન યોગેશભાઈ તૃતીય ઉત્તિર્ણ થયા હતા. આ તેજસ્વી તારલાઓને તથા વિષયવાર પરિક્ષા માં વધુ માર્કસ મેળવનાર ‌વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શિક્ષણ ઉત્કર્ષ સંગઠનના સ્થળ સંચાલક ઈન્દ્રવદન રાણા, શૈલેષ ગૌસ્વામી, મિનેશ રાણા, ભાવિન પટેલ, હેમંત સોલંકી, રોટરી ક્લબ ઓફ ભરૂચના‌ પ્રેસિડન્ટ મનીષ પોદ્દાર, સેક્રેટરી વિહાંગ સુખડિયા, તલકીન જમીનદાર અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમા પટેલ, પ્રમુખ સંગીતા ધોરાવાલા તથા સંસ્કૃતિ ટ્રસ્ટના સદસ્યો મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા તથા પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલિઓ પણ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Similar News