ભરૂચ : રણછોડજી મંદિરે શરદપુર્ણિમાની થશે ઉજવણી, કોરોનાના કારણે ઉભા ભજન કરાયા રદ

Update: 2020-10-31 11:16 GMT

ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણી કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે કરાશે.ચાલુ વર્ષે ઉભા ભજનની અનોખી પરંપરા કોરોનાના કારણે તૂટશે.. 

શરદપૂર્ણિમાના પૂર્ણ ખીલેલા ચંદ્રની શીતલ ચાંદીનીમાં ભરૂચના પૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે.  ભરૂચના અતિ પૌરાણિક રણછોડજી મંદિરે દર વર્ષે  શરદપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાએ વિશેષ ઊભા ભજનની અનોખી પરંપરા વર્ષોથી રહેલી છે જે આ વખતે ખંડિત થશે. ભરૂચના અતિપૌરાણિક રણછોડજી ઢોળાવ પર આવેલા પ્રાચીન રણછોડજી મંદિરના પટાંગણમાં આવેલી દીપમાળ પણ રોશનીથી દર વર્ષે  ઝગમગી ઉઠે છે. વર્ષો પહેલાં આ દીપમાળમાં તેલના દિવડા શ્રધ્ધાળુઓ મુકતા હતા આધુનિક સમયમાં દિવડાઓનું સ્થાન રંગબેરંગી ઈલેકટ્રીક બલ્બએ લીધુ છે, ચાલુ વર્ષે પુનઃ દીપમાળમાં દીવડાઓ પ્રગટાવવામાં આવશે.

Tags:    

Similar News