ભરૂચ : લોકડાઉન ગયું છે પણ કોરોના વાયરસ નથી ગયો, જુઓ કયાં ધારાસભ્યએ આપ્યું નિવેદન

Update: 2020-07-05 09:27 GMT

ભરૂચ શહેર તથા જિલ્લામાં અનલોક દરમિયાન કોરોના વાયરસનો રાફડો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને જુન મહિનામાં સૌથી વધારે પોઝીટીવ કેસ આવતાં જિલ્લામાં કુલ સંખ્યા 300 પર પહોંચી ચુકી છે. લોકો હજી પણ કામ વગર પોતાના ઘરોની બહાર નીકળી રહયાં છે……

ભરૂચમાં બે મહિનાના લોકડાઉન દરમિયાન કોરોના વાયરસના કેસની સંખ્યા માત્ર 50 જેટલી હતી પણ અનલોક થતાંની સાથે કેસોની સંખ્યા 300ને પાર કરી ચુકી છે. રવિવારે પણ વધુ 15 પોઝીટીવ કેસ નોંધાયાં હતાં.

લોકડાઉનના કારણે ઠપ થયેલું જનજીવન રાબેતા મુજબ થાય તે માટે અનલોકની જાહેરાત કરી છે. અનલોક જાહેર થતાંની સાથે દુકાનો, હોટલો, પાનના ગલ્લા અને રેસ્ટોરન્ટો ધમધમતી થઇ છે જેના કારણે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોટાભાગના લોકો માસ્ક પહેરતાં નહિ હોવાથી તેમજ બે ગજની દુરી રાખતાં નહિ હોવાના કારણે લોકલ ટ્રાન્સમીશનથી કોરોના વાયરસ ફેલાય રહયો છે.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે કોરોના વાયરસના વધી રહેલાં કેસો અંગે ચિંતા વ્યકત કરી છે. તેમણે કહયું છે કે, કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકતાં તેમણે જોયાં છે. મોટાભાગની હોસ્પિટલોમાં હવે દર્દીઓને સારવાર આપી શકાય તેટલી જગ્યા પણ નથી. આવા વિકટ સંજોગોમાં આપણે જ આપણી કાળજી રાખવી પડશે. ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક અવશ્ય પહેરીએ તથા જરૂર વિના ઘરની બહાર નહી નીકળીએ તે હીતાવહ છે. આવો સાંભળીએ ધારાસભ્ય દુષ્યંત પટેલ શું કહી રહયાં છે.

Tags:    

Similar News