ભરૂચ : મોપેડ પર બેસી સીટ ઉંચી કરી ડીકીમાંથી સામાન ચોરી કરતો તસ્કર ઝડપાયો

Update: 2020-10-27 11:38 GMT

ભરૂચ શહેરમાં મોપેડની ડીકીમાંથી મોબાઇલ તથા અન્ય કિમંતી સામાનની ચોરી કરતાં તસ્કરને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. તેની પાસેથી પાંચ મોબાઇલ અને રીકશા સહિત 99 હજાર રૂપિયાનો મુદામાલ કબજે લેવાયો છે.

ભરૂચ શહેરના લીંક રોડ પર મોઢેશ્વરી માતાજીના મંદિર નજીક પાર્ક કરેલી જયુપીટર મોપેડની ડીકીમાંથી મોબાઇલ ફોન તથા ઘડીયાળની ચોરી થઇ હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. ફરિયાદ સંદર્ભમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં સૈયદવાડ વિસ્તારમાં રહેતાં અને રીકશા ચલાવતાં એઝાઝ ગુલામ મહંમદ મલેકની સંડોવણી હોવાની વિગતો સપાટી પર આવી હતી.

પોલીસે પાંચબત્તી વિસ્તારમાં વોચ ગોઠવીને એઝાઝને ઝડપી પાડયો હતો. તેની પાસેથી પાંચ મોબાઇલ ફોન તથા અન્ય સામાન મળી આવ્યો હતો. તેની પાસેથી રીકશા સહિત 99 હજાર રૂપિયા ઉપરાંતનો મુદામાલ કબજે લેવાયો છે. આરોપી એઝાઝ રોડ પર પાર્ક કરેલા મોપેડ ઉપર બેસી જતો હતો અને કોઇનું ધ્યાન ન જાય તે રીતે સીટ ઉંચી કરી ડીકીમાં રાખેલી કિમંતી વસ્તુઓ ચોરી કરી લેતો હતો.

Tags:    

Similar News