ભરૂચ : શહેરના 11 વોર્ડમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ, મતદારોએ લીધો લાભ

Update: 2020-12-06 09:22 GMT

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં વહીવટદારની નિમણુંક કરાશે કે પછી ઇન્ચાર્જ પ્રમુખની વરણી કરાશે તેની ચાલી રહેલી ચર્ચા વચ્ચે ચુંટણી પંચ મતદાર યાદી અપડેટ કરવાની યાદીમાં જોતરાય ગયું છે. 

રાજયમાં આઠ વિધાનસભાની પેટા ચુંટણીઓ બાદ હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે. સંભવત : જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં ચુંટણી યોજાય તેવી સંભાવના છે. રાજયની નગરપાલિકાઓ, મહા નગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોમાં ચુંટાયેલી બોડીની ટર્મ પુર્ણ થવા જઇ રહી છે. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારની નિમણુંક કરવામાં આવશે કે પછી ઇન્ચાર્જ પ્રમુખ બનાવાશે તેની ચાલી રહેલી ચર્ચા વચ્ચે ચુંટણી પંચ ચુંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. રવિવારના રોજ  ભરૂચ શહેરના તમામ 11 વોર્ડમાં આવેલાં મતદાન મથકો ખાતે કર્મચારીઓ હાજર રહયાં હતાં. બીએલઓની હાજરીમાં નવા મતદારોએ તેમના નામ મતદાર યાદીમાં ઉમેરાવ્યાં હતાં જયારે નોંધાયેલા મતદારોએ તેમના નામ- સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવ્યો હતો. 

Tags:    

Similar News