અંકલેશ્વર: ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓ પૈકી એકની ધરપકડ

ભાગ્યોદય ફાયરિંગ કેસમાં ઈજાગ્રસ્ત સદાક્ત અહમદ ઉર્ફે મુસા વાડીવાળાનું 6 દિવસની સારવાર બાદ મોત નિપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી 1 આરોપીની ધરપકડ કરી રિમાન્ડની તજબીજ હાથ ધરી છે.

Update: 2022-08-10 12:00 GMT

અંકલેશ્વર ભાગ્યોદય ફાયરિંગ કેસમાં ઈજાગ્રસ્ત સદાક્ત અહમદ ઉર્ફે મુસા વાડીવાળાનું 6 દિવસની સારવાર બાદ મોત નિપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી 1 આરોપીની ધરપકડ કરી રિમાન્ડની તજબીજ હાથ ધરી છે.

ગત 3 ઓગસ્ટના રાતે અંકલેશ્વર શહેર વિસ્તાર અલનૂર કોમ્પ્લેક્સ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યૂપિટર ગાડી લઇ ધરે આવી રહ્યા હતા તે દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા.

ઘાયલ સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા ને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત ની પત્ની અફસાના બેનની ફરિયાદમાં તેઓ દ્વારા તેમના પતિ પર સલીમ ઉર્ફે લોટા ઉસ્માન શાહ તથા અલ નુર કોમ્લેક્ષ ના બિલ્ડર , અઝહર રિયાઝ ઉર્ફે ભગવાન અને મહંમદ શફી ઉર્ફે કાનાની ગુલામ અલી શેખ ફાયરિંગ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.જે આધારે શહેર પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો દરમિયાન ઈજાગ્રસ્ત સદાક્ત વાડીવાળાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમનું મોત થતા જ શહેર પોલીસે હત્યાની કલમ નો ઉમેરો કર્યો હતો. તો ઘટના માં સંડોવાયેલ અને મૃતક ની પત્ની દ્વારા જેના પર શંકા સેવી હતી એવા અઝહર રિયાઝ ઉર્ફે ભગવાન શેખ ની પોલીસે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરુ કરી હતી.

Tags:    

Similar News