અંકલેશ્વર: ટેમ્પો હટાવવા બાબતે ઝઘડો કરી બંદૂકની અણીએ ધમકી આપનાર 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંક્લેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ગણેશ માર્કેટિંગની દુકાન પાસે ટેમ્પો હટાવવા બાબતે ઝઘડો કરી એરગન જેવા હથિયાર વડે ભડકો કરી મારી નાખવાની ધમકી આપતા બે ઇસમોને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.

Update: 2023-07-11 11:06 GMT

મૂળ બનાસકાંઠા અને હાલ અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ ગણેશહાઉસ ગણેશ માર્કેટિંગ એચ.ડી.એફ.સી.બેન્કની બાજુમાં રહેતા ભાવા અવશા રાવળ ગતરોજ બપોરે પોતાના આઈસર ટેમ્પો નંબર-જી.જે.૧૬.યુ.૭૮૯૬માં બેઠા હતા તે દરમિયાન એક બોલેરો ગાડી નંબર-જી.જે.૧૬.બી.જી.૩૫૮૨માં આવેલ બે ઈસમોએ ટેમ્પો હટાવવા બાબતે ભાવા રાવળ સાથે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા એક ઇસમેં ચાલકને ગાલ ઉપર તમાચા ચોઢી દીધા હતા જયારે અન્ય ઇસમેં એરગન જેવા હથિયાર વડે ભડકો કરી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તે દરમિયાન પોલીસે ભાર્ગવસિહ રામુ પઢીયાર અને અજય રામુ પઢીયારને એરગન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News