અંકલેશ્વર : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવાય...

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર બ્રહ્મ સમાજના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ અને ભેટ આપી પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય તે બદલ શુભેચ્છા પાઠવવામાં આવી

Update: 2024-02-12 13:23 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખની ભગિની બહેનો દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર બ્રહ્મ સમાજના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે લેવામાં આવતી બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીના રિવિઝનની તૈયારીમાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખની ભગિની બહેનો દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર બ્રહ્મ સમાજના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ અને ભેટ આપી પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય તે બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના મહિલા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભગિની બહેનો તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Delete Edit


Tags:    

Similar News